પોરબંદરમાં તાજિયા પ્રસંગે બે જુથ વચ્ચે મારામારી: 6 લોકો ઘાયલ
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં મોહરમના તહેવાર દરમિયાન તાજીયા પ્રસંગે પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હુમલામાં ફરિ
પોરબંદરમાં તાજિયા પ્રસંગે બે જુથ વચ્ચે મરામરી: 6 લોકો ઘાયલ


પોરબંદરમાં તાજિયા પ્રસંગે બે જુથ વચ્ચે મરામરી: 6 લોકો ઘાયલ


પોરબંદરમાં તાજિયા પ્રસંગે બે જુથ વચ્ચે મરામરી: 6 લોકો ઘાયલ


પોરબંદરમાં તાજિયા પ્રસંગે બે જુથ વચ્ચે મરામરી: 6 લોકો ઘાયલ


પોરબંદરમાં તાજિયા પ્રસંગે બે જુથ વચ્ચે મરામરી: 6 લોકો ઘાયલ


પોરબંદરમાં તાજિયા પ્રસંગે બે જુથ વચ્ચે મરામરી: 6 લોકો ઘાયલ


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં મોહરમના તહેવાર દરમિયાન તાજીયા પ્રસંગે પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હુમલામાં ફરિયાદી સહિત કુલ છ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તમામને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, પોરબંદરના લાતીબજાર વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા નજીર મુસાભાઈ રાવકુડાએ જણાવ્યું છે કે, ગત 26 જૂનની રાત્રે મોહરમ નિમિત્તે સંધી જમાતખાના પાસે પરિવારજનો અને મિત્રોની મદદથી પકોડા, બટેટા સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે તેમના ભાઈ રફીકભાઈ, હુસૈનભાઈ, ભત્રીજા સાહિલ રફીક, મિત્ર સીરાજ સલીમ સમા તેમજ સમીર યુસુફ સહિતના લોકો હાજર હતા. આ દરમિયાન રાત્રે આશરે સાડા દસ વાગ્યાના સુમારે અજીમ યુનુસ કાદરી, તેના પિતા યુનુસ કાદરી, ભાઈઓ સમીર અને શકીલ, ઇમ્તિયાઝ સીપાહી, એજાજ નાલબંધ, ફારૂક મૂરૂ અને યુસુફ ફારૂક મૂરૂ સહિતના લોકો તાજીયાની ધમાલ લેતા- લેતા પ્રસાદી સ્ટોલ પાસે પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, આરોપીઓએ પ્રથમ અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો અને ત્યારબાદ “તમે છેલ્લા એક વર્ષથી પક્તાઈ મારો છો” કહી ઉશ્કેરાઈ તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ફરિયાદી નજીર રાવકુડાના માથાના પાછળના ભાગે તલવારનો ઘા મારવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ એક ઘા બચાવવાનો પ્રયાસ કરતાં તેમના ડાબા હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી અને અંગૂઠો કપાઈ ગયો હતો. ફરિયાદ મુજબ, અન્ય આરોપીઓએ પણ તલવાર અને છરી વડે ફરિયાદીના ભાઈઓ, ભત્રીજા અને મિત્રો પર આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલામાં રફીકભાઈના ડાબા હાથના કાંડા પાસે ગંભીર ઇજા થઈ હાથ કપાઈ ગયો હતો. હુસૈનભાઈને જમણા હાથના ભાગે ઇજા પહોંચી હતી. સાહિલ રફીકને જમણા પગ, ડાબા હાથ તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સીરાજ સલીમ સમાને ડાબા હાથના કાંડા પર ઇજા થઈ હતી, જ્યારે સમીર યુસુફને જમણા પગના ગોઠણ અને કપાળના ભાગે ઘા વાગ્યા હતા. હુમલામાં તમામ લોકો લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવ બાદ આસપાસના લોકો અને સગાસંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તમામ ઘાયલોને અલગ-અલગ વાહનો મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આજથી આશરે એક વર્ષ અગાઉ ફરિયાદી અને મુખ્ય આરોપી અજીમ યુનુસ કાદરી વચ્ચેથયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ પૂર્વ આયોજન સાથે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરવાનો હેતુ ફરિયાદી અને તેના સાથીદારોને ગંભીર ઇજા પહોંચાડવાનો તથા જાનથી મારી નાખવાનો હતો એવો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande