
ભાવનગર, 27 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હોવે પરંપરાગત ખેતી બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે ખાસ કરીને અલગ અલગ પ્રકારના બાગાયતી પાકો જેવા કે ખારેક, પપૈયા, સરગવો, ડ્રેગન ફ્રુટ, એવોકાડો જવા અનેક પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર કરી ખેડૂતો તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે કેટલાક ખેડૂતો તો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં આ પ્રકારના પાકોનું વાવેતર કરી બમનું ઉત્પાદન ઓછા ખર્ચે મેળવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામે રહેતા ખેડૂત ગોહિલ હરદેવસિંહ જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખારેકની ખેતી કરી રહ્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ તેઓ પોતાના ગામ નજીક રોડ પર જ સ્ટોલ લગાવી તેનું વેચાણ કરે છે આ ઉપરાંત અન્ય શહેરો સુધી પણ તેનું વેચાણ કરી રહ્યા છે ખાસ કરીને પોતે આ વર્ષે પ્લાસ્ટિકના બોક્સમાં પેકિંગ કરે છે જેથી તેઓને 120 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ભાવ મળી રહે છે ખારેકનું વાવેતર કરવા માટેના ટીસ્યુ કલ્ચરના રોપા તેઓ કચ્છમાંથી લાવ્યા હતા જેની એક રોપાની કિંમત 3,500 ની આસપાસ હતી ખાસ તો તેઓ જ્યારે ઝાડ પર જ ખારેક પાકે તે સમયે ઉતારતા હોવાના કારણે તેની મીઠાશ પણ સંપૂર્ણ રહે છે અને અંદાજિત નવ વીઘા આસપાસ જમીનમાંથી પોતે 12 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન આ વર્ષે મેળવશે.
આ અંગે ગોહિલ હરદેવસિંહ સંગ્રામસિંહ ને જણાવ્યું કે હું દસ વર્ષ પહેલાં જ્યારે દવાનો એગ્રો ચલાવતો હતો તે સમયે મને ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર આવ્યો અને ને એગ્રોનો વ્યવસાય છોડીને ખેતીની શરૂઆત કરી હતી. ઓનલાઈન વિડીયો જોયા તો તેમાં ટીસ્યુ કલ્ચરની ખારેક નું વાવેતર ખેડૂતો કરતા જોવા મળ્યા હતા જેથી મેં પણ તે વાવેતર કર્યું છે. વાવેતર કરવા માટે કચ્છ પંથકમાં ગયો હતો અને ત્યાંથી મેં ખારેકની ખેતી કરવા માટેની માહિતીઓ મેળવી ત્યાંથી ખારેકના રોપા લાવી દસ વર્ષ પહેલાં તેનું વાવેતર કર્યું હતું.
ખાસ તો તેની હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત જ માવજત રાખું છું, વાવેતર બાદ ત્રીજા વર્ષથી તેમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થઈ હતી ધીરે ધીરે દર વર્ષે ઉત્પાદનમાં વધારો થતો હોય છે. ખારેકની ખેતી થતી હું 12,00,000 સુધીની આવક મેળવી રહ્યો છું. ખાસ તો હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો હોવાના કારણે મારે આ ખારેકનું વેચાણ કરવા માટે માર્કેટિંગ પણ કરવું પડતું નથી અને સીધું જ તેનું વેચાણ થઈ જતું હોય છે. આ વર્ષે મેં પ્લાસ્ટિકના બોક્સમાં પેકિંગ કરીને તેનું વેચાણ કરવાનું નક્કી કર્યું છે અને વેચાણ પણ શરૂ થઈ ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA