મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ, ભાવનગર પરા ખાતે વિકાસ અને નિર્માણ કાર્યોનું કર્યું સઘન નિરીક્ષણ
ભાવનગર 28 જૂન (હિ.સ.) ભાવનગર સંરક્ષા, ગુણવત્તા, સમયબદ્ધતા અને હરિત વાતાવરણ પર આપ્યો વિશેષ ભાર. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ, શનિવાર, ભાવનગર પરા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ અને આધારભૂત સુવિધાઓ સંબંધિત કાર્યોનું સ
મંડળ રેલ પ્રબંધક  દિનેશ વર્માએ ભાવનગર પરા ખાતે


ભાવનગર 28 જૂન (હિ.સ.) ભાવનગર સંરક્ષા, ગુણવત્તા, સમયબદ્ધતા અને હરિત વાતાવરણ પર આપ્યો વિશેષ ભાર.

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ, શનિવાર, ભાવનગર પરા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ અને આધારભૂત સુવિધાઓ સંબંધિત કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે એલ.સી. નં. 218 પર નિર્માણાધીન રોડ અન્ડર બ્રિજ (RUB), રેલવે કોલોની, રેલવે કર્મચારીઓના બાળકો માટે પુનર્જીવિત કરવામાં આવી રહેલા બાલ રેલ ઉદ્યાન, નિર્માણાધીન ટેનિસ કોર્ટ તેમજ અધિકારી વિશ્રામ ગૃહમાં ચાલી રહેલા સમારકામ અને આધુનિકીકરણના કાર્યોનું વિસ્તૃત અવલોકન કર્યું.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, મંડળ રેલ પ્રબંધકે નિરીક્ષણ દરમિયાન તમામ નિર્માણ કાર્યોની પ્રગતિ, ગુણવત્તા તેમજ નિર્ધારિત સંરક્ષા ધોરણોના પાલનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી કે તમામ કાર્યો ઉચ્ચ ગુણવત્તાના ધોરણો મુજબ અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે, જેથી કર્મચારીઓ અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.

વર્માએ રેલવે કોલોનીઓ અને અન્ય પરિસરોમાં સ્વચ્છ, સુરક્ષિત અને હરિયાળું વાતાવરણ વિકસાવવા પર વિશેષ ભાર મૂક્યો. તેમણે માર્ગોની બાજુમાં આવેલા ખાલી વિસ્તારો તેમજ પુનર્જીવિત થઈ રહેલા બાલ રેલ ઉદ્યાનના વોકિંગ ટ્રેકની બાજુમાં વ્યાપક વૃક્ષારોપણ કરવાની સૂચના આપી. તેમણે જણાવ્યું કે હરિયાળું વાતાવરણ માત્ર પર્યાવરણ સંરક્ષણમાં જ મદદરૂપ નથી બનતું, પરંતુ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે વધુ સારું જીવનપરિવેશ પણ સુનિશ્ચિત કરે છે.

નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓને મુસાફરોને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાસભર રેલ સેવા ઉપલબ્ધ કરાવવા માટે તમામ વિકાસ કાર્યોમાં સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમજ કાર્યોની નિયમિત દેખરેખ રાખવાની સૂચના આપી.

તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પરસ્પર સંકલન, ટીમ ભાવના અને કાર્યક્ષમતાથી પોતાની જવાબદારીઓ નિભાવતા ભાવનગર મંડળને ઉત્તમતા તરફ આગળ વધારવામાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી.

આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત, ભાવનગર મંડળના વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande