રાધનપુરમાં ખારેક ઉત્સવ, ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન
પાટણ, 28 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામે શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે કરછ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એગ્રસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખારેક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ ખે
રાધનપુરમાં ખારેક ઉત્સવ, ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન


પાટણ, 28 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામે શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે કરછ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એગ્રસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખારેક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ ખેડૂતોને લાલ ખારેકની વૈજ્ઞાનિક ખેતી, ગુણવત્તાયુક્ત રોપા, બાગાયતનું આધુનિક સંચાલન, ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ અને બજાર વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી અને બાગાયત સંબંધિત તકનીકી માર્ગદર્શન આપી ખારેકની ખેતીને વધુ લાભદાયી બનાવવાનો છે.

આ પ્રસંગે પરબતભાઈ ચૌધરી, ગેનાભાઈ પટેલ, ગણેશભાઈ ચૌધરી, લખમણભાઈ પટેલ, કિશનસિંહ વાઘેલા, આશિષ શર્મા, અરવિંદભાઈ પટેલ અને જયેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ખેડૂતો માટે માહિતીસભર અને સફળ રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande