રાધનપુર-વારાહી-કંડલા હાઈવે પર પીપળી સેવાશ્રમમાં 24 કલાક 'રામ રોટી' સેવાની શરૂઆત
પાટણ, 28 જૂન (હિ.સ.) રાધનપુર-વારાહી-કંડલા હાઈવે પર પીપળી ગામ નજીક આવેલા બાપા સીતારામ સેવાશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આશ્રમમાં 24 કલાક સદાવ્રત ''રામ રોટી'' સેવાની શુભશરૂઆત કરવામાં આવી. રાધનપુરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલ
રાધનપુર-વારાહી-કંડલા હાઈવે પર પીપળી સેવાશ્રમમાં 24 કલાક 'રામ રોટી' સેવાની શરૂઆત


રાધનપુર-વારાહી-કંડલા હાઈવે પર પીપળી સેવાશ્રમમાં 24 કલાક 'રામ રોટી' સેવાની શરૂઆત


પાટણ, 28 જૂન (હિ.સ.)

રાધનપુર-વારાહી-કંડલા હાઈવે પર પીપળી ગામ નજીક આવેલા બાપા સીતારામ સેવાશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આશ્રમમાં 24 કલાક સદાવ્રત 'રામ રોટી' સેવાની શુભશરૂઆત કરવામાં આવી.

રાધનપુરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા આ સેવાશ્રમમાં બ્રહ્મલીન રતનદાસ બાપુની પવિત્ર સ્મૃતિમાં સાધુ વિષ્ણુદાસ પરાગદાસના માર્ગદર્શન હેઠળ આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. હવે આશ્રમમાં આવતા સાધુ-સંતો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદ લોકોને ચોવીસે કલાક નિઃશુલ્ક ભોજનની સેવા ઉપલબ્ધ રહેશે.

કાર્યક્રમમાં અખિલ ભારતીય વૈષ્ણવ વેરાગી ગુજરાત પ્રદેશના પ્રમુખ વાસુદેવભાઈ સાધુ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત સદસ્ય હેમચંદજી ઠાકોર, રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર રમેશભાઈ ઠાકોર, સામાજિક આગેવાન નવીનભાઈ, લાલદાસ બાપુ, પૂર્વ ટીપીઓ સાધુ તુલસીદાસ અને રામાનંદી સમાજના મંત્રી નરસીભાઈ સાધુ સહિત અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ સેવાશ્રમ પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. 24 કલાક સદાવ્રત 'રામ રોટી' સેવાની શરૂઆતને સૌએ બિરદાવી આશ્રમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande