
પાટણ, 28 જૂન (હિ.સ.)ખેતરેથી બાઈક પર ઘરે પરત ફરી રહેલા વડાવલી ગામના 46 વર્ષીય સેંધા ઠાકોરને ગામના બસ સ્ટેશન નજીક રામાપીર મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને, તાત્કાલિક ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ ત્યારે તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના ભાઈએ, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ