
ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) સોમનાથ મહાદેવ સાનિધ્ય માં તારીખ 1 થી 3 જુલાઈ ત્રિ-દિવસીય કૃષ્ણ મંદિર તથા શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસના આ ધર્મોત્સવમાં રાજકીય, સામાજિક , ધાર્મિક અને સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ.
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયાના મુખ્ય યજમાનપદે યોજાયેલા આ મહોત્સવમાં પધારવા સનાતન હિંદુ ધર્મ સમિતિ કૃષ્ણનગર સોસાયટી, સોમનાથ -જુનાગઢ નેશનલ હાઈવે , ભાલપરા ચોકડી, કંસારાની કાદી તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
કૃષ્ણ મંદિર તથા શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને રખાયેલ છે ધર્મોત્સવના પ્રથમ દિવસે કુટીરહોમ , રથયાત્રા, મૂર્તિઓ તેમજ દેવતાઓની સ્થાપના અને નવગ્રહ હોમ યોજાશે જ્યારે બે જુલાઈએ સ્થાપિત દેવતાઓનું પૂજન, ધાન્યાનિવાસ ,જલયાત્રા અને મૂર્તિઓની સ્થાપના વિધિ અને સાયંપૂજા થશે ત્રીજા દિવસે સવારે સ્થાપિત દેવતાઓનું પૂજન ,મૂર્તિ ન્યાસ અને પ્રાણ પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ અને કલશ સ્થાપના તથા સાંજે છપ્પનભોગ પ્રસાદી સાથે પૂણાર્હુતિ થશે આ મહોત્સવના ત્રણે દિવસ બપોરના ૧ થી ૭ કલાક પ્રસાદી કાર્યક્રમ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ