મહેસાણામાં કાર્યકર્તાઓએ, પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ના 135મા એપિસોડનું સામૂહિક શ્રવણ કર્યું
મહેસાણા, 28 જૂન (હિ.સ.)પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 135મા એપિસોડનું, મહેસાણા મહાનગરના વોર્ડ નંબર 9માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું. કાર્યક્રમ બાંધકામ સમિતિના ચેરમેન નિલયભાઈ હોઝાના
મહેસાણામાં કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ના 135મા એપિસોડનું સામૂહિક શ્રવણ કર્યું


મહેસાણા, 28 જૂન (હિ.સ.)પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 135મા એપિસોડનું, મહેસાણા મહાનગરના વોર્ડ નંબર 9માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું. કાર્યક્રમ બાંધકામ સમિતિના ચેરમેન નિલયભાઈ હોઝાના નિવાસસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે વોર્ડના બુથ સ્તરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રીના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક, રાષ્ટ્રીય અને જનજાગૃતિના મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી દ્વારા, વ્યક્ત કરાયેલા વિચારોને કાર્યકર્તાઓએ ધ્યાનથી અનુસર્યા હતા.

‘મન કી બાત’ના શ્રવણ બાદ કાર્યકર્તાઓ વચ્ચે, ટિફિન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, આગામી કાર્યક્રમો તેમજ બુથ સ્તરે પાર્ટીની કામગીરીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં, જિલ્લા મહામંત્રી ભગાજી ટી. ઠાકોર સહિત ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રીના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande