ઉમાનગર પ્રાથમિક શાળામાં, રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો
મહેસાણા, 28 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ઉમાનગર પ્રાથમિક શાળા ખાતે આજે શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનું નેતૃત્વ રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), ગાંધીનગર સચિવાલયના રાજીવ ટોપન
ઉમાનગર પ્રાથમિક શાળામાં રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો


મહેસાણા, 28 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ઉમાનગર પ્રાથમિક શાળા ખાતે આજે શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનું નેતૃત્વ રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), ગાંધીનગર સચિવાલયના રાજીવ ટોપનોએ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ બાળકોને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપતાં નિયમિત અભ્યાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વાલીઓને પણ બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહેસાણા જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. સુહાગ શ્રીમાળી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande