સિદ્ધપુરમાં પલ્સ પોલિયો અભિયાનને જનસમર્થન, બાળકોને પીવડાવાયા પોલિયોના ટીપાં
પાટણ, 28 જૂન (હિ.સ.)સિદ્ધપુરમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ખાસ પોલિયો બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9ના કોર્પોરેટર આમીરખાન ઐયુબખાન પઠાણે બૂથની મુલાકાત લઈ અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે કૌસરબાનું શેખ અન
સિદ્ધપુરમાં પલ્સ પોલિયો અભિયાનને જનસમર્થન, બાળકોને પીવડાવાયા પોલિયોના ટીપાં


પાટણ, 28 જૂન (હિ.સ.)સિદ્ધપુરમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ખાસ પોલિયો બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9ના કોર્પોરેટર આમીરખાન ઐયુબખાન પઠાણે બૂથની મુલાકાત લઈ અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે કૌસરબાનું શેખ અને સલમાનખાન પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આરોગ્ય વિભાગ અને આંગણવાડીના સ્ટાફે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવ્યા હતા.

કોર્પોરેટર આમીરખાને જણાવ્યું હતું કે, બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા માટે પલ્સ પોલિયો અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી બહેનોની કામગીરીને બિરદાવી હતી તેમજ વોર્ડના તમામ વાલીઓને પોતાના 0 થી 5 વર્ષના બાળકોને અચૂક પોલિયોની રસી અપાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, પોલિયો મુક્ત ભારત જાળવવામાં દરેક નાગરિકની જવાબદારી મહત્વની છે.

આ કાર્યક્રમ દરમિયાન સ્ટાફના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં માતાઓ પોતાના બાળકો સાથે હાજર રહી હતી. સમગ્ર કાર્યક્રમમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને બાળકોને દો બૂંદ જિંદગી કી અભિયાન હેઠળ પોલિયોના ટીપાં પીવડાવી તેમને પોલિયો સામે સુરક્ષિત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande