
વડોદરા , 28 જૂન (હિ.સ.) વાઘોડિયા તાલુકાની એમપી હાઈસ્કુલ જરોદમાં કિશોરભાઈ મોરી -જનરલ મેનેજર , ઈન્ડસ્ટ્રીઝ વિભાગની અદ્યક્ષતા માં અને શાળાના આચાર્ય સ્વપ્નિલ પટેલના મર્ગદર્શન હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજવામા આવ્યો હતો.
જેમાં બાલવટિકા, ૧, ૯ અને ધોરણ ૧૧ ના વિદ્યાથીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપેશભાઈ, સી આર સી પ્રકાશભાઈ, જરોદ , ગામ ના પ્રથમ વ્યક્તિ એવા સરપંચ મનીષાબેન રૂપેશભાઈ સોલંકી, જીલ્લા પંચાયતના સભ્ય તથા તાલુકા પંચાયત ના સભ્ય , ગામના આગેવાનો, જરોદ કેળવણી મંડળના હોદેદારો , પત્રકાર જિજ્ઞેશભાઈ શાહ વગેરે હાજર રહી બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ-૯ નાવિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવ્યું .સરપંચ તરફથી બાળકોને સ્મૃતિભેટ આપવામાં આવી. નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ મોરી સાહેબના વરદ હસ્તે આપવામાં આવી . આમાં એનએસએસ ના વિદ્યાર્થીઓ, એસપીસી ના કેડેટ પણ જોડાયા હતા .ત્યારબાદ વૃક્ષારોપણ કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો..
જરોદ ગામે એમપી હાઈસ્કૂલમાં ઈન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીની અધ્યક્ષતામા શાળા પ્રવેશોત્સવ યોજાયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ