પાટણ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને, પોલિયોથી સુરક્ષિત કરવા માટે ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ
પાટણ, 28 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લાભરમાં 744 પોલિયો બૂથ, મોબાઈલ ટીમો અને ટ્રાન્ઝિટ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પાટણ તાલુકામાં 138 પોલિયો બૂથ
પાટણ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ


પાટણ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ


પાટણ, 28 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લાભરમાં 744 પોલિયો બૂથ, મોબાઈલ ટીમો અને ટ્રાન્ઝિટ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

પાટણ તાલુકામાં 138 પોલિયો બૂથ પર 28 હજારથી વધુ બાળકોને પોલિયોની રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વાલીઓને પોતાના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ રસી અપાવા અપીલ કરવામાં આવી છે.

અંતરિયાળ વિસ્તારો, ઈંટના ભઠ્ઠા, બાંધકામ સાઇટો તેમજ બસ અને રેલવે સ્ટેશન જેવા સ્થળોએ ખાસ મોબાઈલ અને ટ્રાન્ઝિટ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ બાળક રસીથી વંચિત ન રહે.

પાટણ તાલુકા સેન્ટર ખાતે પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના હસ્તે અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને બાકી રહેલા બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande