જરોદ ગામે વિકાસપથ કામ શરૂ કરતા પહેલા, R/B રોડની માપણી ચાલુ કરતા ગ્રામજનોમાં આનંદ
વડોદરા , 28 જૂન (હિ.સ.) વાઘોડિયા તાલુકાના જરોદ ગામે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની માંગ વધી હતી કે જરોદ ગામના રોડ ઉપર ટ્રાફિક સમસ્યા લઈને લઈ અવર જવર કરતા વાહનો સાથે ટ્રાફિકને લઈને કેટલીય બસો ગામમાં નહીં આવતા રોડ પહોળો કરવા રજૂઆત કરી હતી. તે સમસ્યા
જરોદ ગામે વિકાસપથ કામ શરૂ કરતા પહેલા, R/B રોડની માપણી ચાલુ કરતા ગ્રામજનોમાં આનંદ


વડોદરા , 28 જૂન (હિ.સ.) વાઘોડિયા તાલુકાના જરોદ ગામે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની માંગ વધી હતી કે જરોદ ગામના રોડ ઉપર ટ્રાફિક સમસ્યા લઈને લઈ અવર જવર કરતા વાહનો સાથે ટ્રાફિકને લઈને કેટલીય બસો ગામમાં નહીં આવતા રોડ પહોળો કરવા રજૂઆત કરી હતી.

તે સમસ્યાનો અંત લાવવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે, રોડ પર વિકાસપથના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.

વિકાસપથ નું કામ ચાલુ થવાનું હોય ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.

પરંતુ કામ ચાલુ ના થતા ગામની જનતા અંદરો અંદર અસમંજસ મા મુકાઈ ગઈ હતી.

આ વિકાસપથ રોડ અગાઉ જાણવા મુજબ ગામની એન્ટ્રીમાં આશાપુરી ત્રણ રસ્તાથી ફાટક થી આગળ સુધી ૨૪ મીટર પહોળો બનાવવામાં આવશે.સાથે આ રોડ ઉપર આવેલો બ્રિજ પણ બનાવવામાં આવશે.સાથે રોડની વચ્ચે ડીવાઈડર બનશે જેથી અવર જવર કરતા વાહન ચાલકોને તકલીફ નહીં પડે. કેટલાક દિવસોથી ગ્રામજનો વિચારી રહ્યા હતા કે ખાતમુહુર્ત થયું તેને ઘણો સમય થયો, પરંતુ ગઈકાલે જિલ્લા પીડબલ્યુડી R/B અધિકારી સાથે તલાટી અને સરપંચ સાથે રહી વિકાસપથના રોડનું બંને બાજુ માપ લઈ ચુનાથી બોર્ડર કરી માપણી શરૂ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ હતી. વિકાસપથ બની ગયા પછી ગામની રોનક જોવા મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande