અંબાજીમાં નીકળી ભગવાન જગન્નાથજી ની 34 રથયાત્રા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અંબાજી 16 જુલાઈ (હિ.સ.) આજે અષાઢી બીજ છે ને યાત્રાધામ અંબાજી માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા જયજગન્નાથ નાં જય ઘોસ સાથે નિકાળવામાં આવી છે. ને જાણે વર્ષો બાદ ફરી ભગવાન જગન્નાથજી બહેન સુબ્રધ્રા અને ભાઇ શ્રી બલરામ અંબાજી
AMBAJI-MA-NIKLI-RATHYATRA


AMBAJI-MA-NIKLI-RATHYATRA


અંબાજી 16 જુલાઈ (હિ.સ.) આજે અષાઢી બીજ છે ને યાત્રાધામ અંબાજી માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા જયજગન્નાથ નાં જય ઘોસ સાથે નિકાળવામાં આવી છે. ને જાણે વર્ષો બાદ ફરી ભગવાન જગન્નાથજી બહેન સુબ્રધ્રા અને ભાઇ શ્રી બલરામ અંબાજી ની નગરચર્યા એ નિકળ્યાં હોય તેવું લાગતુ હતુ. આજે રાધાકૃષ્ણ મંદિર થી આ રથયાત્રા માં ભગવાન જગન્નાથજી ની આરતી કર્યા બાદ રથયાત્રા નગરયાત્રા માટે નિકાળવામાં આવી હતી. ને આ વખતે મામેરુ પણ બંધ રાખવામાં આવ્યુ હતુ. જ્યારે ભક્તો દ્વારા રથયાત્રા માં જોડાયેલાં તમામ ભક્તો માટે ભંડારા નું પણ આયોજન કરવામાં આવતુ હોય છે તે પણ આ વખતે મોકુફ રાખવામા આવ્યુ હતુ, ધાર્મીક ઉત્સવ સેવા સમીતીના પ્રમુખ એ જણાવ્યુ હતુ કે આ 34 મી રથયાત્રા છે ના હજી સુધી કોઈજ અનિચ્છનીય બનાવ બન્યા વગર શાંતિપુર્ણ માહોલમાં રથયાત્રા નીકળતી આવી છે આ વખતે પણ પોલીસ નાં બંદોબસ્ત સાથે શાંતી પુર્ણ માહોલ માં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ફરી હતી. જેને લઇ અંબાજી માં ભક્તી મય વાતાવરણ સર્જાયુ હતુ.ને જાંબુ કાકડી ને ફણગારેલા મગ નો પ્રસાદ પણ વહેચવામાં આવ્યો હોવાનું અંબાજી ધાર્મિક ઉચ્ચતર સેવા સમિતિના પ્રમુખ સુનિલ અગ્રવાલ જોડાવ્યું હતું અને સમગ્ર ધાર્મિક સમિતિ આરાથયાત્રામાં જોડાઈ હતી અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande