અંબાજીમાં ચૂંટણીની અદાવતમાં થયેલી લૂંટ અને જીવલેણ હુમલાનો ભેદ ઉકેલાયો
અંબાજી,16 જુલાઈ (હિ.સ.) અંબાજીમાં ચૂંટણીની જૂની અદાવતને લઈને થયેલી લૂંટ અને જીવલેણ હુમલાના કેસનો ભેદ અંબાજી પોલીસ અને બનાસકાંઠા એલ.સી.બી.ની સંયુક્ત કામગીરીથી ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલી
Ambaji ma LUNT NOBHEDUKELAYO


અંબાજી,16 જુલાઈ (હિ.સ.) અંબાજીમાં ચૂંટણીની જૂની અદાવતને લઈને થયેલી લૂંટ અને જીવલેણ હુમલાના કેસનો ભેદ અંબાજી પોલીસ અને બનાસકાંઠા એલ.સી.બી.ની સંયુક્ત કામગીરીથી ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન અંબાજીના સરપંચના પતિ તથા બિલ્ડર હેંમત દવે મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદી મુરારી અગ્રવાલે અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ચૂંટણીની જૂની અદાવતના કારણે હેંમત દવેએ અન્ય આરોપીઓને હુમલો કરવા માટે બોલાવ્યા હતા. આ મામલે હેંમત દવે સહિત અન્ય 6 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

બનાસકાંઠા એલ.સી.બી. અને અંબાજી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તેમજ 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તેના આધારે પોલીસે હુમલાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande