
Gujarat, 16 જુલાઈ (હિ.સ.)
સોમનાથ -પ્રભાસ-પાટણ ખાતે નાના કોળી સમાજ દ્વારા વર્ષો ની પરંપરા મુજબ અષાઢીબીજ મા માલપુઆ નો પ્રસાદ બનાવવા મા આવે છે જેના માટે વહેલી સવાર થી આઠ થી દસ મોટી કડાય મા માલપુઆ બનાવવા ની શરૂઆત કરવામાં આવે છે અને આખા દિવસ દરમિયાન આ કામગીરી શરૂ રહે છે અને આ માલપુઆ ને મીની ટ્રેકટર મા ભરી અને નાના કોળી સમાજ ની ઓફીસે સ્ટોર કરવામાં આવે છે અને રાત્રી ના પાંચ હજારથી વધુ લોકો આ મહાપ્રસાદ પીરસવામાં આવે છે આ અષાઢીબીજ ના પર્વ નિમિત્તે સમાજ
ના દરેક લોકો પોતાના કામધંધા બંધ રાખીને ઉત્સવ મા જોડાય. છે તેમજ સમાજ ના આગેવાનો પણ આ અષાઢીબીજ ઉત્સવ મા હાજરી આપેલ હતી
તેમજ રાત્રીના રામદેવપીર ના મંદિરે પાટોત્સવ રાખવામાં આવે છે જ્યાં ભજન સત્સંગ કરવામાં આવે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા નાના કોળી સમાજ ના પ્રમુખ પ્રવિણભાઈ ચુડાસમા, ઉપ પ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા આગેવાન વજુભાઈ ગઢીયા, આગેવાન જીતુભાઈ કામળીયા અને મહિલા સમિતિ ના હિરૂબેન ગરેજા ના માર્ગદર્શન હેઠળ સમજ ના યુવાનો સ્વયમ સેવકો અને જહેમત ઉઠાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ