
જુનાગઢ,16 જુલાઈ (હિ.સ.) જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા આગામી 18 જુલાઇ ના રોજ સાગર એકેડેમી કેમ્પસ, ગડુ-ચોરવાડ હાઇવે, 66 કેવી સબ-સ્ટેશનની બાજુમાં, મુ.ગડુ, તા.માળીયા હાટીના ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઓસીયસ સર્જીકલ- મોરબી, મયુર વોવિંગ પ્રા.લી. ખાત્રજ કલોલ, બિ.એમ. એન્ટરપ્રાઇઝ- ગાંધીધામ તથા એસ.બી.આઇ. લાઇફ ઇન્શ્યોરન્સ કંપની- કેશોદ બ્રાંચ ખાતેથી નોકરીદાતાઓ હાજર રહેવાના છે.
જે અંતર્ગત વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે ધો. 5 થી સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ. ની શૈક્ષણિક લાયકાત ધરાવનારા 18 વર્ષ થી 35 વર્ષ સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં વધુ યોગ્ય ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ