ભુજમાં બુલડોઝર એક્શન: ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનું સરકારી જમીન પરનું દબાણ દૂર, ₹6 લાખની જમીન કરાઈ મુક્ત
કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે આજે પોલીસ અને વહીવટી તંત્રે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ખાસરા ગ્રાઉન્ડ નજીક આવેલી સરકારી પડતર જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્
દબાણ હટાવ કામગીરી


દબાણ હટાવ કામગીરી


દબાણ હટાવ કામગીરી


કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે આજે પોલીસ અને વહીવટી તંત્રે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ખાસરા ગ્રાઉન્ડ નજીક આવેલી સરકારી પડતર જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી.

માહિતી અનુસાર, સોહિલ મહમ્મદ ટાંક નામના વ્યક્તિએ અંદાજે 150 ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. તંત્રે સ્થળ પર પહોંચીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દબાણ દૂર કરી જમીનને મૂળ સ્વરૂપમાં ખુલ્લી કરાવી હતી. સરકારી જમીનની અંદાજિત કિંમત આશરે ₹6 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

સંબંધિત વ્યક્તિ સામે અગાઉથી વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. તેના વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન, ભુજ શહેર બી ડિવિઝન તેમજ માનકુવા પોલીસ સ્ટેશનમાં જુગારધારા, પ્રોહિબિશન એક્ટ તેમજ સરકારી ફરજમાં અવરોધ અને મારામારી સંબંધિત ગુનાઓ સહિત કુલ છ કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર દબાણો સામે હવે વધુ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે જાહેર હિતની સરકારી મિલકતો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કબજો સહન કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં નિયમો અનુસાર કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવશે અને જરૂર પડે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સરકારી જમીનોને ગેરકાયદેસર કબજાથી મુક્ત કરાવી જાહેર હિતમાં તેનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.

ભુજમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ચકચાર મચી છે. તંત્રના આ પગલાથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો હોય કે અન્ય કોઈ વ્યક્તિ, સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર સામે કાયદો સમાન રીતે અમલમાં મૂકવામાં આવશે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande