અષાઢી બીજ મહોત્સવ અને શોભાયાત્રામાં સહભાગી થતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)અષાઢી બીજના પાવન અવસરે પોરબંદર જિલ્લામાં વિવિધ સમાજો દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રાઓમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ઉપસ્થિત રહી ભાવિકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે રામદેવજી પ્રભુના આશ
અષાઢી બીજ મહોત્સવ અને શોભાયાત્રામાં સહભાગી થતા  વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

અષાઢી બીજ મહોત્સવ અને શોભાયાત્રામાં સહભાગી થતા  વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

અષાઢી બીજ મહોત્સવ અને શોભાયાત્રામાં સહભાગી થતા  વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

અષાઢી બીજ મહોત્સવ અને શોભાયાત્રામાં સહભાગી થતા  વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

અષાઢી બીજ મહોત્સવ અને શોભાયાત્રામાં સહભાગી થતા  વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

અષાઢી બીજ મહોત્સવ અને શોભાયાત્રામાં સહભાગી થતા  વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)અષાઢી બીજના પાવન અવસરે પોરબંદર જિલ્લામાં વિવિધ સમાજો દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રાઓમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ઉપસ્થિત રહી ભાવિકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે રામદેવજી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરી સૌને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બોખીરા ધામ ખાતે વિશ્વકર્મા વ્યાવસાયિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને જણાવ્યું હતું કે ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, અહીં એકત્રિત થયેલા સમાજના તમામ ભાઈ-બહેનો પ્રગતિના પંથે આગળ વધે, શિક્ષિત બને અને સમગ્ર દેશ તથા વિશ્વનું નેતૃત્વ કરે.

તેમણે જણાવ્યું હતું કે, ભગવાન વિશ્વકર્મા એટલે સર્જનોના દેવ, અને તેમના સંતાનોને પરમાત્માએ સર્જન કરવાની કળા, ટેકનિક અને સ્કિલ જન્મથી જ વારસામાં આપી છે. આજે જ્યારે દુનિયામાં સ્કિલ અને સ્ટાર્ટઅપની બોલાબાલી છે, ત્યારે વિશ્વકર્મા સમાજના લોકોને આ હુનર શીખવા માટે ક્યાંય જવું પડતું નથી. આ પ્રસંગે આયોજિત ઉદ્યોગપતિઓના પ્રોડક્ટ્સનું એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી.

પોરબંદર ખાતે મંત્રી ગોલારાણા સમાજ તેમજ પોરબંદર સમસ્ત ખરવા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં જોડાયા હતા. તેમણે સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓ સાથે આત્મીય મુલાકાત કરી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સમાજમાં એકતા, સૌહાર્દ અને સંસ્કારોને મજબૂત બનાવે છે તેવો સંદેશ આપ્યો હતો.

ત્યારબાદ મંત્રી બોખીરા ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત સંતશ્રી દેવતણખી બાપા તથા લીરબાઈ માતાજીના જન્મસ્થળ બોખીરાધામ, લીરલ ધામ શિશલીની મુલાકાત કરી રાજ્ય અને દેશની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

અષાઢી બીજ નિમિતે મોઢવાડાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા મંત્રીએ લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરીને મંત્રીએ પોતાના હસ્તે ભાવિકોને પ્રસાદરૂપ ભોજન પીરસી સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે ભક્તો સાથે આત્મીયતા પૂર્વક મુલાકાત કરી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આ અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમો દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, સુદામા ડેરીના ચેરમેન ડૉ. આકાશ રાજ્શાખા, અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો જિલ્લા પંચાયતના સદસ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande