સુરતમાં પરિણીતાના શારીરિક શોષણનો ગંભીર આરોપ, વેપારીની ધરપકડ
સુરત, 16 જુલાઈ (હિ.સ.): સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં રહેતી 34 વર્ષની પરિણીતાએ સ્થાનિક ટેક્સટાઇલ વેપારી સામે ગંભીર આરોપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી છેલ્લા કેટલાક મહિનાથી ધમકી અને ડરનો માહોલ ઊભો કરીને મહિલાને અવાવરૂ સ્થળે
Surat


સુરત, 16 જુલાઈ (હિ.સ.): સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં રહેતી 34 વર્ષની પરિણીતાએ સ્થાનિક ટેક્સટાઇલ વેપારી સામે ગંભીર આરોપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી છેલ્લા કેટલાક મહિનાથી ધમકી અને ડરનો માહોલ ઊભો કરીને મહિલાને અવાવરૂ સ્થળે લઈ જતો અને કારમાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની ઇચ્છા વિરુદ્ધ અન્ય શારીરિક કૃત્યો પણ કરાવવામાં આવતા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન મહિલા બે વખત ગર્ભવતી બની હતી. આરોપ છે કે ઘટનાની જાણ બહાર ન આવે તે માટે વેપારીએ બજારમાંથી દવાઓ લાવી મહિલા પર ગર્ભપાત કરાવવા દબાણ કર્યું, જેના પરિણામે બંને વખત ગર્ભપાત થયો. સતત શારીરિક અને માનસિક ત્રાસના કારણે મહિલા લાંબા સમય સુધી મૌન રહી હતી.

આખરે મહિલાએ હિંમત કરીને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ આરોપી ટેક્સટાઇલ વેપારીની ધરપકડ કરવામાં આવી. હાલ પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande