વડોદરામાં ઇસ્કોનની 45મી ભગવાન જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ, ભક્તિ અને ઉત્સાહથી ગુંજ્યું શહેર
વડોદરા,16 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજના પાવન અવસરે વડોદરાના હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર, પૂજનવિધિ અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ
ભગવાન જગન્નાથ યાત્રા


ભગવાન જગન્નાથ યાત્રા


વડોદરા,16 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજના પાવન અવસરે વડોદરાના હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર, પૂજનવિધિ અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડોદરાના મેયર ગીતા મકવાણા, શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર, શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, DCP, ACP સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સંત-મહંતો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભગવાનના રથને ખેંચી દર્શનનો લાભ લીધો હતો.

પરંપરાગત રીતે નીકળતી આ 45મી રથયાત્રા રેલવે સ્ટેશનથી કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોર્ટ ન્યાયમંદિર, મદનઝાંપા રોડ, કેવડાબાગ થઈ પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન પામશે.

રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે સમગ્ર રૂટ પર શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર, DCP, ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ સતત રૂટ પર નજર રાખી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા રહ્યા હતા.

ભગવાન જગન્નાથજીના દર્શન માટે માર્ગ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande