ભુખલીસાંથળી તળાવમાં નવા નીરના વધામણા: કૌશિક વેકરિયાએ કહ્યું – જળસંચયથી ખેડૂતો અને ગામના વિકાસને મળશે નવી દિશા
અમરેલી,, 16 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના મતવિસ્તારના ભુખલીસાંથળી ગામે નવા નીરના વધામણાંનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ ઉપસ્થિત રહી તળાવમાં આવેલા નવા પાણીનું સ્વાગત કર્યું અને ગ્રામજનો સાથે આનંદ વ્યક્ત કર
ભુખલીસાંથળી તળાવમાં નવા નીરના વધામણા: કૌશિક વેકરિયાએ કહ્યું – જળસંચયથી ખેડૂતો અને ગામના વિકાસને મળશે નવી દિશા


અમરેલી,, 16 જુલાઈ (હિ.સ.)

અમરેલી જિલ્લાના મતવિસ્તારના ભુખલીસાંથળી ગામે નવા નીરના વધામણાંનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ ઉપસ્થિત રહી તળાવમાં આવેલા નવા પાણીનું સ્વાગત કર્યું અને ગ્રામજનો સાથે આનંદ વ્યક્ત કર્યો.

મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે પ્રકૃતિના આશીર્વાદ અને છેલ્લા લગભગ 600 કલાકથી કરવામાં આવેલી સતત મહેનત આજે સાર્થક બની છે. તળાવમાં છલકાતું પાણી માત્ર જળસંચય પૂરતું નથી, પરંતુ તે ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય, પશુપાલકોની આશા અને સમગ્ર ગામના સર્વાંગી વિકાસનું પ્રતીક છે.

તેમણે જણાવ્યું કે વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને ખેતી તેમજ પશુપાલનને લાંબા ગાળે મોટો લાભ મળશે. જળસંચયના આવા પ્રયાસો ગામડાંઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને સારા વરસાદ તેમજ તળાવ ભરાવાથી આગામી કૃષિ સિઝન માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણાંનો કાર્યક્રમ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande