
જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા અષાઢી બીજના શુભ અવસરે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવજાત શિશુ વિભાગ (SNCU) ને આધુનિક તબીબી ઉપકરણો અર્પણ કરવામાં આવ્યા. આ પહેલનો ઉદ્દેશ્ય નવજાત શિશુઓને ઉત્તમ સારવાર પૂરી પાડવાનો છે.
યુએસએ (USA) સ્થિત રોટરી ક્લબ્સ અને દાતાઓના સહયોગથી આશરે રૂપિયા 68 લાખના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત 17 Bubble CPAP મશીન અને મલ્ટીપેરા મોનિટર SNCU વિભાગને આપવામાં આવ્યા છે. આ મશીનો અકાળે જન્મેલા શિશુઓ માટે જીવનરક્ષક સાબિત થશે.
આ તમામ મશીનોના મુખ્ય દાતાઓમાં ભરૂચના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરાગ શેઠ, સુજાતા બ્રાસના વિજય નકુમ અને સ્પર્શ બાયોટેક (મારુહર ફાઉન્ડેશન) ના પારસ શાહનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ છોટી કાશીના પ્રોજેક્ટ ચેરમેન ચેતન બકરાણીયા, જયેશ પતીરા, જસ્મિન પટેલ, વત્સલ ખીમસિયા સહિત ક્લબના અન્ય સભ્યો જેવા કે પરિન ગોકાણી, ભાવેશ તન્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પરાગ વોરાએ કર્યું હતું.
મુખ્ય અતિથિઓમાં ડો. સોનલબેન મહેતા, ડો. મૌલિક શાહ અને એમ.પી. શાહ મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ વિજયભાઈ પોપટ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt