
અમદાવાદ,17 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ એટીએસએ ધરપકડ કરી છે. અગાઉ 3 જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા 16 જુલાઈએ એટીએસએ આતંકીઓની ધરપકડ કરી છે. પાંચેય ગુજરાતના જ અલગ-અલગ જિલ્લામાંથી ઝડપાયા છે.
પાંચેય આતંકી nપાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ પાંચની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે જ સંકળાયેલા હતા.આ તમામ વિસ્ફોટકોનું પરીક્ષણ પણ કરી રહ્યા હતા. હાલ તમામને એટીએસની ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.
3 જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. એટીએસ ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ એટીએસએએ આતંકીઓની પૂછપરછ કરી હતી, જેમાં વધુ પાંચના નામ ખુલતા 16 જુલાઈએ ધરપકડ કરાઈ છે. તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ