માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય મહિલાની છેડતી બાદ દુષ્કર્મનો આરોપ, આરોપી ઈરફાન શેખ ઝડપાયો
સુરત, 17 જુલાઈ (હિ.સ.): સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદમાં આવેલા માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઈરફાન કલીમ શેખ જમવાનું આપવા આવ્યો હોવાનો બહાનો બનાવી મહિલાના ઘરે પહોંચ્ય
Arrest


સુરત, 17 જુલાઈ (હિ.સ.): સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદમાં આવેલા માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઈરફાન કલીમ શેખ જમવાનું આપવા આવ્યો હોવાનો બહાનો બનાવી મહિલાના ઘરે પહોંચ્યો હતો. તે સમયે મહિલા ઘરમાં એકલી હોવાથી આરોપીએ જબરદસ્તી અંદર પ્રવેશ કરી તેમની સાથે બળજબરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ અનુસાર, ઘટના દરમિયાન આરોપીએ મહિલાનું મોઢું દબાવી તેમની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેણે પીડિતાને ધમકી આપી હતી કે જો આ અંગે કોઈને જાણ કરશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ ધમકીને કારણે મહિલા શરૂઆતમાં ભયભીત થઈ ગયા હતા, પરંતુ બાદમાં તેમણે હિંમત કરીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

પીડિતાની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને ધમકી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી ઈરફાન ઉર્ફે મિસ્ત્રીની ધરપકડ કરી લીધી છે. હાલ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande