મકરપુરા GIDCની કંપનીમાં અજગરનું બચ્ચું દેખાતા દોડધામ, સલામત રેસ્ક્યુ કરાયું
- યુનિસોર્સ એન્જિનિયર્સના શેડ ઉપર સંતાયેલું હતું ઇન્ડિયન રોક પાયથનનું બચ્ચું, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે સમયસર બચાવ્યું. વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી યુનિસોર્સ એન્જિનિયર્સ કંપનીમાં અજગરનું બચ્ચું દેખાતા
અજગર નું બચ્ચું


અજગર નું બચ્ચું


- યુનિસોર્સ એન્જિનિયર્સના શેડ ઉપર સંતાયેલું હતું ઇન્ડિયન રોક પાયથનનું બચ્ચું, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે સમયસર બચાવ્યું.

વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી યુનિસોર્સ એન્જિનિયર્સ કંપનીમાં અજગરનું બચ્ચું દેખાતા થોડા સમય માટે કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, કંપનીના શેડ ઉપર અંદાજે દોઢ ફૂટ લાંબું ઇન્ડિયન રોક પાયથનનું બચ્ચું સંતાયેલું જોવા મળ્યું હતું. કંપની સંચાલકોએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની હેલ્પલાઇન પર જાણ કરતા ટ્રસ્ટના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા.

રેસ્ક્યુ ટીમે સાવચેતીપૂર્વક અજગરના બચ્ચાને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. ત્યારબાદ તેને વધુ સંભાળ અને કુદરતી આવાસમાં છોડવાની કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું.

સમયસર રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થતાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની નહોતી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે નાગરિકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી કે સાપ જોવા મળે તો તેને મારવાનો પ્રયાસ ન કરે, પરંતુ તાત્કાલિક વન વિભાગ અથવા અધિકૃત રેસ્ક્યુ ટીમને જાણ કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande