માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત, પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું
ભાવનગર 17 જુલાઈ (હિ.સ.) ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તા. 17 જુલાઈના રોજ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના 75 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલ
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત


ભાવનગર 17 જુલાઈ (હિ.સ.) ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તા. 17 જુલાઈના રોજ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના 75 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા પોરબંદર રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે માનનીય પ્રધાનમંત્રીએ વિવિધ રેલવે આધારભૂત સુવિધા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો તેમજ નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ દેવાભાઈ મોડવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના માનનીય મેયર સાગરભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષા ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત અધ્યક્ષા શીતલબેન ઓડેદરા સહિત અનેક જનપ્રતિનિધિઓ, આગેવાનો, ગણમાન્ય નાગરિકો તથા રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું અને સાંભળ્યું. સમારોહ દરમિયાન મહેમાનોએ પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને ત્યાં વિકસાવવામાં આવેલી આધુનિક મુસાફર સુવિધાઓની પ્રશંસા કરી.

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ આધુનિક મુસાફર સુવિધાઓ, આકર્ષક સ્થાપત્ય, દિવ્યાંગજનને અનુકૂળ વ્યવસ્થાઓ, આધુનિક પ્રતીક્ષાલય, ઉત્તમ પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છતા, સરળ અવરજવર તેમજ સ્થાનિક સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતી થીમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફરોને વધુ સારી અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમજ પ્રદેશમાં પર્યટન, વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે.

સમારોહમાં ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નેતૃત્વ હેઠળ ભાવનગર મંડળના તમામ શાખા અધિકારીઓ, પર્યવેક્ષકો તથા મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમના સફળ અને સુવ્યવસ્થિત આયોજનમાં મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

સમારોહના અંતે ઉપસ્થિત મહેમાનોએ ભારતીય રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહેલા આધારભૂત માળખાકીય વિકાસ કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના દેશના રેલવે સ્ટેશનોને આધુનિક, સુરક્ષિત, સુલભ અને મુસાફર-કેન્દ્રિત સ્વરૂપ પ્રદાન કરવાની દિશામાં એક ઐતિહાસિક પહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande