તળાજા તાલુકાના ખેડૂતોને દિવેલા નિદર્શન કીટનું વિતરણ, પાક વૈવિધ્યકરણ તરફ મહત્વનું પગલું
ભાવનગર,17 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કપાસના પાકમાં વધતા રોગચાળા, જીવાતોના ઉપદ્રવ અને ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થવાના કારણે ખેડૂતો માટે વૈકલ્પિક પાક અપનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને કપાસની સ
કીટ નું વિતરણ કરવામાં આવ્યું


ભાવનગર,17 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કપાસના પાકમાં વધતા રોગચાળા, જીવાતોના ઉપદ્રવ અને ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થવાના કારણે ખેડૂતો માટે વૈકલ્પિક પાક અપનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને કપાસની સાથે દિવેલાની ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહક સહાય યોજના હેઠળ દિવેલા નિદર્શન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક વૈવિધ્યકરણ તરફ પ્રેરિત કરવાનો તેમજ ઓછી કિંમતમાં વધુ નફાકારક ખેતી માટે માર્ગદર્શન આપવાનો હતો. નિદર્શન કીટ દ્વારા ખેડૂતોને દિવેલાની સુધારેલી જાત, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને પાક સંચાલન અંગે પ્રાયોગિક માહિતી મળશે, જેના આધારે તેઓ પોતાના ખેતરમાં દિવેલાની સફળ ખેતી કરી શકશે.

કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવેલો એક તેલીબિયાં પાક હોવાથી બજારમાં તેની સારી માંગ રહે છે. ઉપરાંત આ પાકમાં પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી હોય છે અને જીવાતોનો ઉપદ્રવ પણ કપાસની સરખામણીએ ઓછો રહે છે. જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થવાની શક્યતા રહે છે.

ખેડૂતોએ પણ આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે કપાસના વધતા જોખમ વચ્ચે દિવેલાની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે. કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવતી તકનીકી સલાહ અને નિદર્શન કીટ ખેડૂતોને નવી ખેતી પદ્ધતિ અપનાવવામાં મદદરૂપ બનશે.

આ પહેલ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા અને કૃષિ ક્ષેત્રમાં સ્થિર આવકનું મોડેલ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande