ગોવિંદપરા અને ઈણાજ ખાતે બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
- પ્રશ્નોત્તરી અને સંવાદ સાથે સરકારની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વેરાવળ તાલુકાના ગોવિંદપરા અને ઇણાજ ગામ ખાતે બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજ
ગોવિંદપરા અને ઈણાજ ખાતે બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ


- પ્રશ્નોત્તરી અને સંવાદ સાથે સરકારની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ

ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વેરાવળ તાલુકાના ગોવિંદપરા અને ઇણાજ ગામ ખાતે બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ સંવાદ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી અને સંવાદ સાથે સરકારની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના એમ્પાવર્મેન્ટ ઓફ વૂમનની ટીમ દ્વારા બાલિકા પંચાયતની પુનઃરચના, તેના હેતુઓ, કાર્યપદ્ધતિ તેમજ ગ્રામ્ય કક્ષાએ બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ, સહાય તેમજ તેના લાભો અંગે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને માર્ગદર્શન આપવમાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતના સભ્યો સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ યોજાયો, જેમાં યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે જણાવાયું હતું.

આ ઉપરાંત, બાલિકા પંચાયતના સભ્યો દ્વારા ગ્લોબલ વોર્મિંગની આફત સામે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande