સોમનાથ સ્વાભિમાન પર્વ’ ; અતૂટ આસ્થાના 1000 વર્ષ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિમાં શ્રદ્ધાળુઓએ શિવ સમર્પિત કર્યો રુદ્રાક્ષનો છોડ
સોમનાથ,17 જુલાઈ (હિ.સ.) ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી અંતર્ગત હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે આવેલા અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક કેન્દ્ર ઉત્તરાખંડ થી 700 થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ પહોંચ્યા હતાં. સો
સોમનાથ સ્વાભિમાન પર્વ’ ; અતૂટ આસ્થાના


સોમનાથ,17 જુલાઈ (હિ.સ.) ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી અંતર્ગત હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે આવેલા અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક કેન્દ્ર ઉત્તરાખંડ થી 700 થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ પહોંચ્યા હતાં.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, વેરાવળ રેલવે સ્ટેશન ખાતે તમામ શ્રદ્ધાળુઓનું પરંપરાગત નૃત્યથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉત્તરાખંડને 'દેવભૂમિ' (દેવોની ભૂમિ) તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડથી પધારેલા શ્રદ્ધાળુઓએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતાં. ઉર્જાસભર વાતાવરણ વચ્ચે સોમનાથ મહાદેવના દર્શન કરી અને શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યાં હતાં.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિમાં શ્રદ્ધાળુઓએ રુદ્રાક્ષનો છોડ શિવ સમર્પિત કર્યો હતો તેમજ મંદિર પરિસરમાં પરંપરાગત ગઢવાલ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. સોમનાથ ટ્રસ્ટે ઉમંગભેર તમામ શ્રદ્ધાળુઓને આવકારતા પ્રસાદભેટ આપી હતી.

શ્રદ્ધાળુઓએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવાની સાથે જ રામમંદિર, ગીતામંદિર, ભાલકાતીર્થ, ત્રિવેણી સહિત પ્રભાસતીર્થના આસપાસના દાર્શનિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande