
- 94 રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી થઈ.
ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) : તાલાલા ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઓદ્યોગીક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઇન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યાં હતાં.
આ ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં કુલ ૧૫૩ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતાં. આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા એસ.બી.આઈ. લાઈફ ઈન્શ્યોરન્સ - વેરાવળ, રાયચૂરા એનર્જી- તાલાલા, પરફેક્ટ ઓટો વેરાવળ તેમજ સોમનાથ સર્વિસ- વેરાવળના નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યા હતાં.
આ પ્રતિનિધિઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત ૧૫૩ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૯૪ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.
તદ્ઉપરાંત રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વાર કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું તેમજ પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ