રથયાત્રાના રૂટ પર આઇપીએસ થી પીઆઇ સુધીના અધિકારીઓએ સફાઈ કરી, પ્રધાનમંત્રી મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કામગીરી બિરદાવી
અમદાવાદ, 17 જુલાઇ (હિ.સ.) : ગઇકાલે અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ હતી. રથયાત્રાના રૂટ પર આઇપીએસ થી પીઆઇ સુધીના અધિકારીઓએ સફાઈ કરી, પ્રધાનમંત્રી મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કામગીરી બિરદાવી. અમદાવાદમાં ભગવાન
fficers from IPS to PI cleaned the route of the Rath Yatra


અમદાવાદ, 17 જુલાઇ (હિ.સ.) : ગઇકાલે અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ હતી. રથયાત્રાના રૂટ પર આઇપીએસ થી પીઆઇ સુધીના અધિકારીઓએ સફાઈ કરી, પ્રધાનમંત્રી મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કામગીરી બિરદાવી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ હતી.

આ રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ હતી. તે રોડ ઉપર ખૂબ જ ગંદકી અને કચરો થયો હતો. જેને હાજર પોલીસ અધિકારીઓએ સાફ કર્યો હતો. પોલીસ અધિકારીઓની કામગીરીને પ્રધાનમંત્રી મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી વખાણી છે.

રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરમાં 31 હજાર સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં હાજર હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર અંદાજે પાંચ લાખથી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન રૂટ ઉપર ખૂબ જ કચરો અને ગંદકી થઈ હતી. સામાન્ય રીતે રૂટ પર એએમસી દ્વારા સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ ગઈકાલે રથયાત્રાના રૂટ ઉપર અલગ પરિસ્થિતિ જોવા મળી હતી.

રથયાત્રાના કેટલાક રોડ ઉપર આઇપીએસ અધિકારીઓથી લઈ પીઆઇ સુધીના અધિકારીઓએ સફાઈ કરી હતી. ઝોન 8 ડીસીપી મયુર પાટીલ અને તેમની ટીમ આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇ રણજીતસિંહ પરમાર અને તેમની ટીમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ આ સફાઈ કામગીરીમાં જોડાયા હતા. હાથમાં જાડુ લઈને અધિકારીઓએ રોડ રસ્તા સાફ કર્યા હતા.પોલીસની કામગીરી માત્ર રથયાત્રાની સુરક્ષાની હતી. પરંતુ પોલીસે સ્વૈચ્છાએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

અમદાવાદ પોલીસની આ કામગીરી નાયબ મુખ્યમંત્રી હર્ષદ સંઘવીએ પોસ્ટ મૂકીને બિરદાવી હતી. હર્ષ સંઘવીએ કરેલી પોસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને બિરદાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande