ભુજ માનસિક હોસ્પિટલ હરિયાળીથી મહેકી: એગ્રોસીલ ફાઉન્ડેશનના સહયોગથી, ઇન્ડોર પ્લાન્ટેશન અને વૃક્ષારોપણનું અનોખું અભિયાન
કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરની માનસિક હોસ્પિટલમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દર્દીઓ માટે વધુ સ્વચ્છ, હરિયાળું તેમજ સકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે વિશેષ વૃક્ષારોપણ અને ઇન્ડોર પ્લાન્ટેશન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એગ્રોસી
મેન્ટલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ


મેન્ટલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ


મેન્ટલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ


કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરની માનસિક હોસ્પિટલમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દર્દીઓ માટે વધુ સ્વચ્છ, હરિયાળું તેમજ સકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે વિશેષ વૃક્ષારોપણ અને ઇન્ડોર પ્લાન્ટેશન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપની અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. દેવાનંદના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમને હોસ્પિટલના સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્સાહભેર સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ખુલ્લા પરિસરમાં વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યારે હોસ્પિટલના અંદરના વિભાગોમાં હવાની ગુણવત્તા સુધરે અને દર્દીઓને માનસિક શાંતિનો અનુભવ થાય તે હેતુથી ઇન્ડોર પ્લાન્ટ્સનું પણ રોપણ કરવામાં આવ્યું હતું. હરિયાળું વાતાવરણ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ દર્દીઓના આરોગ્ય અને માનસિક સુખાકારી માટે પણ મહત્વપૂર્ણ હોવાનું ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ભુજ માનસિક હોસ્પિટલના અધિક્ષક ડૉ. મનોજ પરમાર, એગ્રોસીલ ફાઉન્ડેશન અને એગ્રોસીલ કંપનીના મેનેજર સાગરભાઈ પિત્રોડા, સુપરવાઈઝર દશરથભાઈ ભાનાણી સહિત હોસ્પિટલના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને વૃક્ષારોપણ કરીને હરિયાળા પર્યાવરણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.

વક્તાઓએ જણાવ્યું કે, વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત નથી, પરંતુ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વધતા પ્રદૂષણ અને બદલાતી આબોહવાની વચ્ચે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. ઇન્ડોર પ્લાન્ટેશનથી હોસ્પિટલના આંતરિક વાતાવરણમાં તાજગી અને સકારાત્મક ઊર્જાનો સંચાર થશે, જે દર્દીઓ અને સ્ટાફ બંને માટે લાભદાયી સાબિત થશે.

આ સમગ્ર અભિયાન એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપની અને ભુજ માનસિક હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. પર્યાવરણ સંરક્ષણ માટે સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય સંસ્થાઓ વચ્ચેનો આ સહયોગ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે અને હરિયાળા, સ્વચ્છ તથા આરોગ્યપ્રદ સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande