

વડોદરા , 17 જુલાઈ (હિ.સ.)
ઝડપી કનેક્ટિવિટીનો દુરુપયોગ કરવાના પ્રયાસ પર પોલીસની સતર્ક નજર, ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડતા મોટું રેકેટ નિષ્ફળ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે શરૂ થયા બાદ વાહનવ્યવહાર ઝડપી બન્યો છે, પરંતુ તેની સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પણ કેટલાક તત્વો આ માર્ગનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સતર્કતા દાખવી મોટી કાર્યવાહી કરીને ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા અમલમાં હોવા છતાં કેટલાક બુટલેગરો એક્સપ્રેસ-વે મારફતે મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે LCBની ચોકસાઈ અને બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીના કારણે આ સમગ્ર કાવતરું સફળ થઈ શક્યું નથી.
પોલીસની સમયસરની કાર્યવાહીથી માત્ર ગેરકાયદેસર દારૂનો જથ્થો જ ઝડપી પડ્યો નથી, પરંતુ દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્ક સુધી પહોંચવાની દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સતત પેટ્રોલિંગ, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કના આધારે LCB ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે. પોલીસનું કહેવું છે કે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ