જામનગરમાં વરસાદ ખેંચાતાં જળશંકટને હળવું કરવા માટે મહાનગરપાલિકાનો 'સૌની યોજના'નો આશરો
જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભું થયું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરે ''સૌની યોજના''નો આશરો લેવામાં આવ્યો છે. જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી
કોર્પોરેશન


જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભું થયું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરે 'સૌની યોજના'નો આશરો લેવામાં આવ્યો છે.

જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો હોવાથી મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ વધારાના પાણીની માંગણી કરી હતી. તેના અનુસંધાને સૌની યોજના હેઠળ આગામી દિવસોમાં મચ્છુ-૨ ડેમમાંથી કુલ 550 એમસીએફટી પાણી જામનગર જિલ્લાના સસોઈ, ઊંડ-1 અને આજી-3 ડેમોમાં ઠલવાશે.

હાલ શહેરની અંદાજે 7 લાખની વસ્તી માટે મહાનગરપાલિકા દરરોજ આશરે 150 એમએલડી પીવાનું પાણી વિતરણ કરાય છે. અને એકાંતરા પાણી વિતરણ થાય છે. આ માટે રણજીતસાગર, ઊંડ-1, સસોઈ અને આજી-3 ડેમ ઉપરાંત જરૂરિયાત મુજબ નર્મદા લાઇનમાંથી પણ પાણી લેવામાં આવે છે.

વર્તમાન સ્થિતિ મુજબ રણજીતસાગર ડેમમાં પાણીનો જથ્થો ઓગસ્ટના અંત સુધી ચાલે તેવી શક્યતા છે, જ્યારે સસોઈ, ઊંડ-1 અને આજી-3 ડેમમાં રહેલું પાણી જુલાઈ મહિનાના અંત સુધી જ પૂરતું રહે તેવી સ્થિતિ છે. વરસાદમાં વિલંબ થતાં શહેરમાં જળસંકટ ઊભું ન થાય તે માટે તાત્કાલિક 'સૌની યોજના'નું પાણી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande