આજવા રોડના લીલાબા નગરમાં જૂનો વિવાદ ફરી ભડક્યો, સ્કોર્પિયો કારથી યુવકોને કચડવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ
- જીવ બચાવવા દોડ્યા યુવકો, બચાવમાં કાર પર કર્યો પથ્થરમારો; બાપોદ પોલીસ સમક્ષ ફરિયાદને લઈને પણ ઉઠ્યા સવાલ. વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના આજવા રોડ સ્થિત લીલાબા નગર વિસ્તારમાં જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહીશોના જણા
કાર


- જીવ બચાવવા દોડ્યા યુવકો, બચાવમાં કાર પર કર્યો પથ્થરમારો; બાપોદ પોલીસ સમક્ષ ફરિયાદને લઈને પણ ઉઠ્યા સવાલ.

વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના આજવા રોડ સ્થિત લીલાબા નગર વિસ્તારમાં જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અગાઉ કેટલાક યુવકો વચ્ચે થયેલી માથાકૂટ દરમિયાન સમાજ અંગે અપશબ્દો બોલાતા મામલો ઉગ્ર બન્યો હતો. તે સમયે બંને પક્ષોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં સમાધાન થતાં મામલો શાંત પડ્યો હતો.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, સમાધાન બાદ પણ એક સ્કોર્પિયો કારનો ચાલક વારંવાર વિસ્તારમાં આવી યુવકોને ધમકીઓ આપતો હતો. ગત રાત્રે પણ તે અચાનક સ્થળ પર પહોંચ્યો હતો અને જ્યાં યુવકો બેઠા હતા ત્યાં તેમની ઉપર સ્કોર્પિયો કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુવકો જીવ બચાવવા માટે દોડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ત્યારબાદ કાર ચાલકે વાહન પાછું ફેરવી ફરીથી પૂરઝડપે યુવકો તરફ દોડાવવાનો પ્રયાસ કર્યો હતો. બચાવમાં યુવકોએ કાર પર પથ્થરમારો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટના બાદ યુવકો બાપોદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જોકે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પોલીસે ફરિયાદ નોંધવાને બદલે તેમને જ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની હકીકત અને બંને પક્ષના આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande