આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા દયારામભાઈ માટે બની ઉપયોગી
બોટાદ, 17 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમનું આયોજન કલેક્ટર કચેરીના મિટિંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટરના મામલતદાર કે.કે. સુમરાના અધ્યક્ષસ્થાને ય
દયારામ ભાઈ


બોટાદ, 17 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમનું આયોજન કલેક્ટર કચેરીના મિટિંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટરના મામલતદાર કે.કે. સુમરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તાલીમમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર મેહુલ બોટાદરાએ આપત્તિ સમયે અસરકારક કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ તાલીમમાં જિલ્લા માહિતી કચેરીમાં પટ્ટાવાળા તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપતા ૩૬ વર્ષીય દયારામભાઈ વડદરિયાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે તાલીમ દરમિયાન ભૂકંપ, આગ, વાવાઝોડું, પૂર, ભારે વરસાદ, વીજળી પડવાની ઘટના જેવી વિવિધ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સમયે કેવી રીતે સજ્જ રહેવું અને તાત્કાલિક પ્રતિસાદ આપવો તેની વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ઇમર્જન્સી કંટ્રોલ રૂમની તબક્કાવાર કામગીરી, વિવિધ વિભાગો વચ્ચે સંકલન, આપત્તિ સમયે મળતી માહિતીનું યોગ્ય સંચાલન અને સંબંધિત અધિકારીઓ સુધી સમયસર માહિતી પહોંચાડવાની પ્રક્રિયા અંગે પણ વિગતવાર સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ, આગ લાગવાની ઘટનામાં પ્રાથમિક તકેદારી રાખવાની રીતો અને સમયસૂચકતાના મહત્વ અંગે જીવંત પ્રદર્શન સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દયારામભાઈએ જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતી વખતે આ તાલીમમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન અને વ્યવહારુ માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવી તાલીમ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાની સાથે આપત્તિના સમયમાં ઝડપી, સુમેળભરી અને અસરકારક કામગીરી માટે પણ મહત્વપૂર્ણ બની રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande