ઉના તાલુકાના સૈયદ રાજપરા તથા દુધાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકજાગૃતિ અને તાલીમ યોજાઈ
સોમનાથ,17 જુલાઈ (હિ.સ.) સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા તથા દુધાળા ગામમાં સ્થિત મલ્ટી પર્પઝ સાઈક્લોન શેલ્ટર ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અન્વયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખા, ગીર સોમનાથ દ
ઉના તાલુકાના સૈયદ રાજપરા તથા દુધાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકજાગૃતિ અને તાલીમ યોજાઈ


સોમનાથ,17 જુલાઈ (હિ.સ.) સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા તથા દુધાળા ગામમાં સ્થિત મલ્ટી પર્પઝ સાઈક્લોન શેલ્ટર ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અન્વયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખા, ગીર સોમનાથ દ્વારા એસ.ડી.આર.એફના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકજાગૃતિ અને તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં નાગરિકોને આપત્તિના સમયે સલામતીના પગલાં, સમયસર સ્થળાંતર, પ્રાથમિક સારવાર, શોધ અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી અને આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું તેમજ સુરક્ષિત સ્થળે સમયસર સ્થળાંતર અને મલ્ટિપર્પઝ સાઈક્લોન સેન્ટરનો ઉપયોગ અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.એસ.ડી.આર.એફ દ્વારા શોધ અને બચાવની પ્રાથમિક પદ્ધતિઓ તેમજ સી.પી.આર અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી અને ઘરમાં ઉપલબ્ધ સામાન્ય સાધનો વડે બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તેનું જીવંત પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું.

ઉપરાંત, આપત્તિના સમયે પોલીસ, ફાયર બ્રિગેડ, 108 ઇમરજન્સી સેવા તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખા સહિત વિવિધ વિભાગોનો સમયસર સંપર્ક કેવી રીતે કરવો તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત તમામને આપત્તિ સમયે સજાગ રહેવા, પૂર્વ તૈયારી રાખવા તેમજ સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામજનો, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande