ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ભાવનગર,18 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લા કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નાગરિકોને સમ
કલેક્ટર દ્વારા બેઠક યોજવામાં


ભાવનગર,18 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લા કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નાગરિકોને સમયસર અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન તુમારનો નિકાલ, સરકારી વસુલાતની કામગીરી, પેન્શન કેસોની પ્રગતિ, વિવિધ વિભાગોની કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળ મળેલી અરજીઓ તેમજ રાજ્ય સરકારના 'સ્વાગત' કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે દરેક વિભાગના અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી બાકી રહેલા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા માટે સૂચના આપી હતી.

આ ઉપરાંત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે કલેકટર કચેરી ખાતે રૂબરૂ મુલાકાત દરમિયાન નાગરિકો દ્વારા આપવામાં આવેલી અરજીઓ અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને અરજદારોને સમયમર્યાદામાં યોગ્ય ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા ભાર મૂક્યો હતો.

ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે સરકારી સેવાઓમાં પારદર્શિતા, જવાબદારી અને સમયબદ્ધ કામગીરી જાળવવી દરેક વિભાગની પ્રાથમિક જવાબદારી છે. નાગરિકોની ફરિયાદોનું સંવેદનશીલતાપૂર્વક નિરાકરણ લાવી લોકોને સરળ અને સુવિધાજનક વહીવટી સેવા ઉપલબ્ધ કરાવવા માટે તમામ અધિકારીઓએ સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande