સિદ્ધપુર APMCમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ નિઃશુલ્ક રોપા વિતરણ શરૂ
પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ''એક પેડ માં કે નામ'' અભિયાન અંતર્ગત સિદ્ધપુર APMC અને હરિઓમ સેવા મંડળ, બિલિયાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના માર્ગદ
સિદ્ધપુર APMCમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ નિઃશુલ્ક રોપા વિતરણ શરૂ


પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત સિદ્ધપુર APMC અને હરિઓમ સેવા મંડળ, બિલિયાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો છે.

APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તથા બોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં રોપા વિતરણનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને પોતાની માતાના સન્માનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જાળવણી કરવાની અપીલ કરવામાં આવી.

આ અભિયાન દ્વારા હરિયાળું, સ્વચ્છ અને સુંદર પર્યાવરણનું નિર્માણ થાય તેમજ આવનારી પેઢીઓને સુરક્ષિત પ્રકૃતિનો વારસો મળે તેવો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande