પોરબંદરના રાણાવાવના ડબલ મર્ડર કેસમાં જામીન પર ફરાર કેદી બોટાદથી ઝડપાયો.
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થયેલા પેરોલ જમ્પ કેદીને રાજકોટ શહેર પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોડે બોટાદ જિલ્લાન
પોરબંદરના રાણાવાવના ડબલ મર્ડર કેસમાં જામીન પર ફરાર કેદી બોટાદથી ઝડપાયો.


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થયેલા પેરોલ જમ્પ કેદીને રાજકોટ શહેર પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોડે બોટાદ જિલ્લાના પાળીયાદમાંથી ઝડપી પાડ્યો છે. રાજ્યભરના પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા હાથ ધરાયેલી કાર્યવાહીના ભાગરૂપે આ સફળતા મળી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી. ઘાસુરા અને પેરોલફર્લો સ્ક્વોડની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચોક્કસ બાતમી મેળવી બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે દરોડો પાડી ફરાર કેદીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા કેદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande