પોરબંદર સ્વામિનારાયણ કોલેજ ખાતે 'માય ભારત' રજિસ્ટ્રેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત, પોરબંદર (ગુજરાત) દ્વારા પોરબંદરની સ્વામિનારાયણ કોલેજ ખાતે યુવાઓમાં રાષ્ટ્રનિર્માણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ''માય ભારત'' રજિસ્ટ્રેશન અંગે વિશેષ જાગૃતિ સત્ર
પોરબંદર સ્વામિનારાયણ કોલેજ ખાતે 'માય ભારત' રજિસ્ટ્રેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર સ્વામિનારાયણ કોલેજ ખાતે 'માય ભારત' રજિસ્ટ્રેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર સ્વામિનારાયણ કોલેજ ખાતે 'માય ભારત' રજિસ્ટ્રેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત, પોરબંદર (ગુજરાત) દ્વારા પોરબંદરની સ્વામિનારાયણ કોલેજ ખાતે યુવાઓમાં રાષ્ટ્રનિર્માણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી 'માય ભારત' રજિસ્ટ્રેશન અંગે વિશેષ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોરબંદરના યુવા આઇકોન ઉત્સવ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 'માય ભારત' પ્લેટફોર્મનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ યુવાઓને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવાની તેમજ સેવા, કૌશલ્ય વિકાસ, સ્વયંસેવક પ્રવૃત્તિઓ અને નેતૃત્વ વિકાસ જેવી વિવિધ તકો સાથે જોડાવાનું સશક્ત માધ્યમ છે. તેમણે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં 'માય ભારત' સાથે જોડાઈ રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં કોલેજના 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ 'માય ભારત' રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ મોટી સંખ્યામાં સ્થળ પર જ નોંધણી પણ કરાવી હતી.

'માય ભારત' અભિયાનનો મુખ્ય હેતુ દેશભરના યુવાઓને એક સશક્ત પ્લેટફોર્મ પર જોડીને તેમને સેવા, કૌશલ્ય વિકાસ, નેતૃત્વ નિર્માણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande