સિદ્ધપુરમાં 'બચ્ચો કા પાસ્તા'માં પ્રતિબંધિત ડાય મળી, રૂ.1.24 લાખનો જથ્થો સીઝ
પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા ફૂડ વિભાગે સિદ્ધપુર GIDC ખાતે આવેલી મે. ધારીવાલા ફૂડ્સ પર દરોડો પાડી બાળકો માટે બનાવાતા ''બચ્ચો કા પાસ્તા'' સ્નેક્સમાં પ્રતિબંધિત ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવતા કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે સ્થળ પરથી અંદાજે ₹1,24,
સિદ્ધપુરમાં 'બચ્ચો કા પાસ્તા'માં પ્રતિબંધિત ડાય મળી, ₹1.24 લાખનો જથ્થો સીઝ


સિદ્ધપુરમાં 'બચ્ચો કા પાસ્તા'માં પ્રતિબંધિત ડાય મળી, ₹1.24 લાખનો જથ્થો સીઝ


પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા ફૂડ વિભાગે સિદ્ધપુર GIDC ખાતે આવેલી મે. ધારીવાલા ફૂડ્સ પર દરોડો પાડી બાળકો માટે બનાવાતા 'બચ્ચો કા પાસ્તા' સ્નેક્સમાં પ્રતિબંધિત ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવતા કાર્યવાહી હાથ ધરી છે.

વિભાગે સ્થળ પરથી અંદાજે ₹1,24,260 કિંમતનો 1117 કિલોગ્રામ અને 792 પેકેટ જેટલો અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ ખાદ્ય જથ્થો સીઝ કર્યો હતો. તપાસ દરમિયાન 'બચ્ચો કા પાસ્તા', ફ્રાઈમ્સ મસાલા, સિઝનીંગ મસાલા, પાસ્તા મસાલા, રિંગ ફ્રાયમ્સ અને રિફાઈન્ડ પામોલીન તેલ સહિત કુલ 7 નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ઉપરાંત કેચઅપ કટોરી, સોયા ચિપ્સ, બિલુ પોપકોર્ન, પાસ્તા કા નાસ્તા, મસ્તી કી પાઠશાલા (નમકીન), સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી અને ગ્રીન એપલના નમૂનાઓ પણ પરીક્ષણ માટે મોકલાયા છે.પબ્લિક હેલ્થ લેબોરેટરીના પ્રાથમિક પરીક્ષણમાં 'બચ્ચો કા પાસ્તા'માં અખાદ્ય ઓઇલ સોલ્યુબલ ડાયનો ઉપયોગ થયાનું સામે આવ્યું છે. આ ડાય ખાદ્યપદાર્થોમાં વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

ઓઇલ સોલ્યુબલ ડાયનો ઉપયોગ સામાન્ય રીતે કપડાં, મીણબત્તી, સાબુ, કોસ્મેટિક્સ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોમાં થાય છે. તેનું લાંબા ગાળે સેવન આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

એકમમાં સ્વચ્છતા અને ઉત્પાદન પ્રક્રિયામાં ખામીઓ જણાતા સંચાલક લાલાણી જાવેદભાઈ સમસુદ્દીનભાઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. અંતિમ લેબ રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande