
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે વર્ષો જૂની અદાવતને લઈને થાર કારમાં તોડફોડ કરાયાની ઘટના સામે આવી છે. આ મામલે ચાર શખ્સો સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ ઉપલેટા તાલુકાના વડેખાણ ગામના રહેવાસી રામ બાબુ મુછારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2010માં બંને પક્ષના ભાઈઓની સામસામે થયેલ હત્યાની ઘટનાનું મનદુઃખ રાખીને મસરી કમા ગરચર, આશિષ મસરી ગરચર, ઉદય મસરી ગરચર અને અમિત મુકુ ગરચર પ્યાગો રિક્ષા લઇ ધસી આવ્યા હતા અને ગાળો આપી હતી. ત્યારબાદ ફરિયાદીની મહિન્દ્રા થાર કાર (જીજે-11- ડીબી-5757)ના કાચ અને ટાયર તોડી નાખ્યા હતા તેમજ કુહાડી વડે બોનેટ અને દરવાજા પર હુમલો કરી અંદાજે રૂ. 80 હજારનું નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે રાણાવાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya