પોરબંદરમાં ખારવા સમાજે દરિયાઈ નવા વર્ષની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરી.
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ દરિયાઈ નવા વર્ષ (નવાના)ની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. દરિયાને જીવન અને રોજગારનું મુખ્ય સાધન માનતા ખારવા સમાજ માટે આ દિવસ વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે
પોરબંદરમાં ખારવા સમાજે દરિયાઈ નવા વર્ષની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરી.


પોરબંદરમાં ખારવા સમાજે દરિયાઈ નવા વર્ષની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરી.


પોરબંદરમાં ખારવા સમાજે દરિયાઈ નવા વર્ષની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરી.


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ દરિયાઈ નવા વર્ષ (નવાના)ની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. દરિયાને જીવન અને રોજગારનું મુખ્ય સાધન માનતા ખારવા સમાજ માટે આ દિવસ વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વહેલી સવારથી જ સમાજના આગેવાનો, માછીમારો અને મોટી સંખ્યામાં સમાજજનોએ દરિયાકિનારે એકત્ર થઈ દરિયાદેવની આરાધના કરી હતી. આ પ્રસંગે ખારવા સમાજના પ્રમુખ કાન્તીભાઈ પ્રેમજીભાઈ બાદરશાહી, પંચપટેલો, ટ્રસ્ટીઓ, માજી વાણોટો, પોરબંદર માછીમાર બોટ એસોસિયેશન, પોરબંદર માછીમાર પીલાના એસોસિયેશન, પોરબંદર ફિશ સપ્લાયર્સ એસોસિયેશનના હોદ્દેદારો, સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, મિત્રમંડળો, જ્ઞાતિના અગ્રણીઓ તેમજ દરિયાઈ વહાણવટી માલમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંપરા અનુસાર દરિયાદેવને ખાંડ અને દૂધ અર્પણ કરી વિધિવત પૂજા- અર્ચના કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ દરિયામાં સલામત માછીમારી, સારો મત્સ્યઉત્પાદન, દરિયામાં જતાં માછીમારોની સુરક્ષા, વેપાર-ધંધામાં પ્રગતિ તેમજ સમગ્ર ખારવા સમાજ માટે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને નિરામય જીવનની પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક વિધિ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત સૌએ શ્રદ્ધાભાવથી દરિયાદેવને નમન કર્યું હતું.ખારવા સમાજમાં દરિયાઈ નવા વર્ષની ઉજવણી માત્ર ધાર્મિક પરંપરા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજની એકતા, સંગઠન અને સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતિક માનવામાં આવે છે. દરિયાકાંઠે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.આ દિવસે સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ નવા મુકાદમ (કોટવાલ) ની વરણીની વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી. નવા મુકાદમને સમાજની પરંપરાગત જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને સમાજના આગેવાનોએ તેમનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.દરિયાઈ નવા વર્ષની આ ઉજવણીમાં સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓના સહયોગથી ધાર્મિક, સામાજિક અને પરંપરાગત મૂલ્યોનું સુંદર સંકલન જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આસ્થા અને ઉત્સાહના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande