પ્રેમ લગ્ન બાદ દહેજ અને એટ્રોસિટીની ફરિયાદ
પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પાટણ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે પ્રેમ લગ્ન કરનાર અનુસૂચિત જાતિની યુવતી પ્રિયાન્સી રવીન્દ્રભાઈ સાલવીએ પતિ સ્વયંમકુમાર ધર્મેશભાઈ સાલવી જૈન અને સસરા ધર્મેશભાઈ સાલવી જૈન વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ, દહેજની માંગણી અને એટ્રોસિટી
પ્રેમ લગ્ન બાદ દહેજ અને એટ્રોસિટીની ફરિયાદ


પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પાટણ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે પ્રેમ લગ્ન કરનાર અનુસૂચિત જાતિની યુવતી પ્રિયાન્સી રવીન્દ્રભાઈ સાલવીએ પતિ સ્વયંમકુમાર ધર્મેશભાઈ સાલવી જૈન અને સસરા ધર્મેશભાઈ સાલવી જૈન વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ, દહેજની માંગણી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, વર્ષ 2018માં કે.ડી. પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન કરીને તેની નોંધણી પાટણ નગરપાલિકામાં કરાવી હતી.

લગ્ન બાદ પતિએ પત્નીને પોતાના ઘરે રાખવાનો ઇનકાર કર્યો હતો. કારણ પૂછતા તેણે માતા-પિતા જ્ઞાતિવાદમાં માનતા હોવાથી સ્વીકારવા તૈયાર ન હોવાનું જણાવ્યું હતું. સસરાને ફોન કરતા તેમણે પણ જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી છૂટાછેડા લેવા જણાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ મામલે અગાઉ પોલીસ અને ફેમિલી કોર્ટમાં કાર્યવાહી થઈ હતી. સમાધાન કરાર છતાં પતિએ પત્નીને ઘરે ન રાખી બાદમાં રૂ. 10થી 15 લાખ દહેજની માંગણી કરી, મારપીટ કરી અને જાતિ અંગે અપમાનિત કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સસરાએ પણ જાહેરમાં જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી ગાળો આપી હતી. આથી કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande