પોરબંદરમાં માન્યતા વગર બાલવાટિકા ચલાવતી શાળા સામે શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલ દ્વારા જરૂરી મંજૂરી મેળવ્યા વગર બાલવાટિકાના વર્ગો શરૂ કરી 20થી વધુ બાળકોનું શૈક્ષણિક વર્ષ જોખમમાં મૂકવાના ગંભીર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ દાખલારૂપ કાર્યવાહી કરી છે. શાળાની
માન્યતા વગર બાલવાટિકા ચલાવતી શાળા સામે શિક્ષણ વિભાગ ની કડક કાર્યવાહી.


માન્યતા વગર બાલવાટિકા ચલાવતી શાળા સામે શિક્ષણ વિભાગ ની કડક કાર્યવાહી.


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલ દ્વારા જરૂરી મંજૂરી મેળવ્યા વગર બાલવાટિકાના વર્ગો શરૂ કરી 20થી વધુ બાળકોનું શૈક્ષણિક વર્ષ જોખમમાં મૂકવાના ગંભીર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ દાખલારૂપ કાર્યવાહી કરી છે. શાળાની વહીવટી બેદરકારીને ગંભીર ગણાવી રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ વાલીઓ પાસેથી વસૂલ કરાયેલી ફી પરત અપાવવા અને જરૂરી હોય તો વધુ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ શાળાએ બાલવાટિકાની માન્યતા મેળવ્યા પહેલાં જ વર્ગો શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો અને તેમની પાસેથી વાર્ષિક ફી પણ વસૂલવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની સરકારી CTS પોર્ટલ પર નોંધણી કરવામાં આવી નહોતી તેમજ તેમનાં ચાઇલ્ડ UID જનરેટ કરાયા ન હતા. ઉપરાંત વિદ્યાર્થીઓની વિગતો જી.આર. રજિસ્ટરમાં પણ નોંધવામાં આવી નહોતી, જેના કારણે બાળકોના શૈક્ષણિક રેકોર્ડ પર ગંભીર અસર પડી હતી. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે શાળામાં બાલવાટિકા માટે ફરજિયાત PTA (પેરેન્ટ્સ-ટીચર્સ એસોસિએશન)ની રચના કરવામાં આવી નહોતી. વર્ષ 2025-26 દરમિયાન બાલવાટિકા શરૂ કર્યા બાદ શાળાએ તા.15 ઓક્ટોબર, 2025ના રોજ ઓનલાઈન નોંધણી માટે અરજી કરી હતી અને ત્યારબાદ તા.5 ડિસેમ્બર, 2025ના રોજ નોંધણી પ્રમાણપત્ર મેળવ્યું હોવાનું શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ યોજાયેલી સુનાવણી દરમિયાન શાળા સંચાલક દ્વારા લેખિત ખુલાસો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બાલવાટિકા નોંધણી વિના શરૂ કરવી, CTS પોર્ટલ પર વિદ્યાર્થીઓની નોંધણી ન કરવી, ચાઇલ્ડ UID જનરેટ ન કરવી, જી.આર. રજિસ્ટરમાં વિગતો નોંધવામાં બેદરકારી રાખવી તેમજ PTAની રચના ન કરવી જેવી વહીવટી અનિયમિતતાઓ સ્વીકારવામાં આવી હતી. આ સમગ્ર મામલો જાગૃત વાલીઓની રજૂઆતો બાદ પ્રકાશમાં આવ્યો હતો. વાલીઓની સતત લડતને પગલે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી દાખલારૂપ કાર્યવાહી કરી છે.

વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બાળકોના શૈક્ષણિક હિત સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande