ખીજદળ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) રાણાવાવ તાલુકાના ખીજદળ ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી માહિતીના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે ખીજદળ ગામના મીણસાર નદીના પટ્ટ
ખીજદળ ગામે  જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) રાણાવાવ તાલુકાના ખીજદળ ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી માહિતીના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે ખીજદળ ગામના મીણસાર નદીના પટ્ટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા .

જેમાં મેરૂભાઈ અરશીભાઈ ભુતીયા, પરબતભાઈ પાંચાભાઈ મોરી, શૈલેષ રામભાઈ ભુતીયા અને વિરમ પીઠાભાઈ સીસોદીયા જાહેરમાં પૈસા અને પત્તાંવડે હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી 52 પત્તાં તેમજ રોકડા રૂ. 10,530 મળી કુલ રૂ. 10,530નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે રાણાવાવ પોલીસે ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande