મુખ્યમંત્રી રાહત ભંડોળ’ થકી રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ, દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ડાભોરના મહેશભાઈના પત્નીને રુ. ૪,૦૦,૦૦૦ની સહાય ચૂકવાઈ
ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ ગંભીર મુશ્કેલીની સ્થિતિમાં ગરીબ નાગરિકો માટે સધિયારો બને છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોરના રહેવાસ
મુખ્યમંત્રી રાહત ભંડોળ’ થકી રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ


ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ ગંભીર મુશ્કેલીની સ્થિતિમાં ગરીબ નાગરિકો માટે સધિયારો બને છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોરના રહેવાસી દિવંગત મહેશભાઈ બારિયાના પરિવાર માટે પણ મુખ્યમંત્રી રાહત ભંડોળ સધિયારો બન્યું છે.

વેરાવળ તાલુકાના ડાભોરના રહેવાસી મહેશભાઈ બારિયાનું તા. ૯ જુલાઈ ૨૦૨૬ના રોજ ત્રિવેણી સંગમ ખાતે નાળિયેરીના વૃક્ષ પરથી આકસ્મિક રીતે પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. કરુણ અકસ્માતના પરિણામે જ્યારે પરિવારે ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો ત્યારે આફતનો પહાડ તૂટી પડ્યો હતો.

આવી દુઃખભરી સ્થિતિમાં, રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખાસ કિસ્સામાં દિવંગત મહેશભાઈના વારસદારને રૂ. ૪,૦૦,૦૦૦ની સહાય ચૂકવી છે.

દિવંગત મહેશભાઈના કાયદેસરના વારસદાર તેમના પત્ની લિલમબહેન બારિયાને સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ડાભોર ખાતે ઘરે જઈ અને મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાંથી રુ. ૪,૦૦,૦૦૦ની સહાય ચૂકવી હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી રાહત ફંડ યોજના હેઠળ મોટા કરુણ અકસ્માતોના પરિણામે મૃત્યુ પામતા/ઈજા પામતા વ્યક્તિઓ, માનવસર્જીત આપત્તિઓ તેમજ કુદરતી આપત્તિઓ જેવી કે, પૂર/અતિવૃષ્ટિના આગોતરા પ્રતિકાર માટે પૂર નિયંત્રણ ફાળા તેમજ ગુજરાત રાજ્યની અંદર અને બહાર કોઈપણ કુદરતી/માનવસર્જિત આફતોથી અસરગ્રસ્તોને રાહત આપવા માટે કરી શકાય છે.

ઉપરાંત, જરુરિયાતમંદ નાગરિકોના કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી નક્કી કરેલી હોસ્પિટલમાં કેન્સર, કિડની સહિતની ગંભીર બીમારીઓને લગતી બીમારીઓ માટે ઓપરેશન ખર્ચ “મુખ્યમંત્રી રાહત ફંડ યોજના” અંતર્ગત રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande