બાકુલા-ધણેજ ગામમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
- વિદ્યાર્થીનીઓને પોકસો એકટ વિશે સરળ શબ્દોમાં વિસ્તૃત જાગૃતિ માહિતી અપાઈ ગીર સોમનાથ, 18 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન મુજબ તાલાલા તાલુકાના બાકુલા-ધણેજ ગામમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ''બેટી
બાકુલા-ધણેજ ગામમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં '


- વિદ્યાર્થીનીઓને પોકસો એકટ વિશે સરળ શબ્દોમાં વિસ્તૃત જાગૃતિ માહિતી અપાઈ

ગીર સોમનાથ, 18 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન મુજબ તાલાલા તાલુકાના બાકુલા-ધણેજ ગામમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના અંતર્ગત પોકસો એકટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાન વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ એડવોકેટ નીતાબેન દ્વારા પોકસો એકટ-૨૦૧૨ વિશે સરળ શબ્દોમાં અસરકારક વક્તવ્ય આપવામાં આવી હતી અને ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટર દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલીકૃત યોજનાઓ વિશે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શાળા સ્ટાફ અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર વૂમન એમ્પાવરમેન્ટ સ્ટાફ અને અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સ્ટાફ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande